AnkleshwarBharuchUncategorizedक्राइमगुजरातटॉप न्यूज़देशराजनीतिलोकल न्यूज़

મુંબઈ-રાજસ્થાન જતી લક્ઝરી બસમાં શરાબની ખેપ મારતો સુરતનો શખ્સ પાલેજ પોલીસની ઝપટે ચઢ્યો

વરેડિયા પાટિયા પાસે વોચમાં રહેલી પોલીસે બે પાર્સલમાંથી ૧૨૦ દારૂ-બિયરની બોટલો કબજે કરી.

ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે એસ.પી. અક્ષયરાજ મકવાણાએ આપેલી સૂચનાના પગલે પાલેજ પોલીસે હાઈવે પર સર્વેલન્સ વધારી દીધું છે. આ દરમિયાન લક્ઝરી બસ મારફતે થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ.ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી રાજસ્થાન તરફ જતી ‘પવન ટ્રાવેલ્સ’ની લક્ઝરી બસમાં એક ઈસમ દારૂનો જથ્થો લઈને મુસાફરી કરી રહ્યો છે અને તે વરેડિયા ગામના પાટિયા પાસે ઉતરવાનો છે.

આ બાતમીના આધારે પોલીસે વરેડિયા પાટિયા પાસે ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની બસ આવતા તેમાંથી એક શખ્સ હાથમાં બે સફેદ કલરના શંકાસ્પદ પાર્સલ સાથે નીચે ઉતર્યો હતો. પોલીસે તુરંત તેને કોર્ડન કરી પાર્સલની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની શીલબંધ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલ આરોપી અને મુદ્દામાલ:

પોલીસે સ્થળ પરથી ઇન્દરસિંહ દેવસિંહ રાજપુત (રહે. સીતરામ નગર, પુણાગામ, સુરત) ની અટકાયત કરી છે. તેની પાસેથી ૧૨૦ નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો (કિંમત રૂ. ૨૧,૬૦૦) મળી આવી હતી. આ ઉપરાંત અંગ જડતીના રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૨,૬૨૦ નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

સપ્લાયરનું નામ ખુલ્યું:

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો વાપીના પપ્પુસિંગ બાબુસિંગ સદાણા એ મોકલ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં પાલેજ પોલીસના પી.આઈ. સહિત હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ, પો.કો. કરશનભાઇ, જયેશભાઇ અને તરૂણભાઇ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!