અંકલેશ્વર : ભરૂચ પોલીસ અધિક્ષકશ્રીની સૂચનાના અનુસંધાને, અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી એક સફળ રેઇડ પાડી છે.
અંકલેશ્વર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી, નવા દીવા ગામે કૈલાશ ટેકરી પાસે, નવી વસાહતમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો ધનજીભાઈ વસાવાના ઘરે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પર હાજર ભાવેશની માતા, નર્મદાબેન w/o ધનજીભાઈ કરશનભાઈ વસાવા (ઉ.વ. ૪૮) ને સાથે રાખી તપાસ કરી. ઘરમાં આગળના રૂમમાં આવેલી દુકાનમાં રાખેલા એક જૂના કુલર અને ડબ્બાઓમાંથી જુદી જુદી બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના ૧૮૦ મિલીના ક્વાર્ટર મળી આવ્યા.
પોલીસે કુલ ૧૫૪ નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી, જેની કુલ કિંમત રૂ. ૪૦,૬૫૦/- છે. જેમાં મુખ્યત્વે આઇકોનીક વાઇટ ફીનેસ્ટ અને રોયલ ચેલેન્જ પ્રીમીયમ વ્હીસ્કીનો જથ્થો હતો.
પોલીસે તાત્કાલિક નર્મદાબેન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૂનો જથ્થો સંતાડનાર મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે ભાવલો ધનજીભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સમગ્ર ટીમ વર્ક પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.જી. ચાવડા અને તેમની સર્વલન્સ સ્કોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.