અંકલેશ્વર: એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક કેન્દ્ર એવા અંકલેશ્વરને આખરે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર કનેક્ટિવિટી મળી ગઈ છે. લાંબા સમયથી ઉદ્યોગો અને સ્થાનિકોની અવગણનાનો મુદ્દો ઉઠાવી રહેલી યુવા કોંગ્રેસની લડતને આજે સફળતા મળી છે. નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ શાસનમાં થયેલી અવગણનાનો મુદ્દો: કોંગ્રેસની સક્રિયતા
શરૂઆતમાં કેન્દ્રની ભાજપ સરકારે ‘સુરક્ષાની સાથે ગતિ’ના સૂત્ર સાથે બનાવેલા આ મહત્ત્વના એક્સપ્રેસ વે પર અંકલેશ્વરને કનેક્ટિવિટી ન આપીને લાખો લોકોને હાલાકીમાં મૂક્યા હતા. આ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ યુવા કોંગ્રેસના નેજા હેઠળ સક્રિય ભૂમિકા ભજવી હતી.
ગત તા. 04/03/2024ના રોજ વસીમ ફડવાલાએ કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સહિતના ઉચ્ચ અધિકારીઓને સચોટ માહિતી સાથે પત્ર લખીને આ અવગણના સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે અંકલેશ્વરને કનેક્ટિવિટી આપવાથી સુરત, હજીરા, ઝઘડિયા, પાનોલી જેવા ઔદ્યોગિક પટ્ટાઓને મોટો ફાયદો થશે અને દેશના અર્થતંત્રને વેગ મળશે.
શાસક પક્ષને ઝૂકવું પડ્યું
જનતાના જોરદાર સમર્થન અને કોંગ્રેસના ધારદાર રજૂઆતોના દબાણ હેઠળ આખરે શાસક પક્ષ અને NHAIના અધિકારીઓએ ભૌગોલિક પરિસ્થિતિનું પરીક્ષણ કરવું પડ્યું. આ પરીક્ષણના અંતે, જનતાના હિતમાં પુનગામ ખાતે કનેક્ટિવિટી આપવાનો નિર્ણય લેવાયો.
ગત રોજ તા. 06/10/2025ના રોજ NHAI દ્વારા સત્તાવાર જાહેરાત થતાં જ યુવા કોંગ્રેસે આને લોકશાહીની અને જનતાની જીત ગણાવી છે. આ સફળતાએ સાબિત કરી દીધું છે કે જનહિત માટે લડતી કોંગ્રેસ જ યોગ્ય સમયે યોગ્ય મુદ્દા ઉઠાવી શકે છે. અંકલેશ્વરના લોકોએ કોંગ્રેસના પ્રયાસોને બિરદાવીને સમગ્ર પંથકમાં ખુશી વ્યક્ત કરી છે.
Back to top button
error: Content is protected !!