દહેજ પાસે આવેલા જોલવા અને વડદલા ગામમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સોને ભરૂચ SOG પોલીસે પકડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹40,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડદલા ગામમાં દરોડો
ભરૂચ SOGની ટીમને બાતમી મળી હતી કે વડદલા ગામમાં રોયલ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થઈ રહ્યું છે. પોલીસે દરોડો પાડીને શંભુલાલ બંસીલાલ ભીલ નામના શખ્સને 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરમાં ગેસ ભરતા પકડ્યો. તેની દુકાનમાંથી ઇન્ડેન, ભારત ગેસ અને HP કંપનીના મોટા અને નાના કોમર્શિયલ સિલિન્ડર, રિફિલિંગ પાઇપ અને વજન કાંટો સહિત કુલ ₹19,700 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

જોલવા ગામમાં દરોડો
SOGની બીજી ટીમને જોલવા ગામમાં મિલેનિયમ માર્કેટ પાસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગની બાતમી મળી હતી. પોલીસે ત્યાં દરોડો પાડીને શશી જદુ કેવટ નામના શખ્સને તેના ઘરની સામે ગેસ રિફિલિંગ કરતા પકડ્યો. પોલીસે તેના ઘરેથી ઇન્ડેન, રિલાયન્સ અને સુર્યા કંપનીના અલગ-અલગ સિલિન્ડર, રિફિલિંગ પાઇપ અને વજન કાંટો સહિત કુલ ₹20,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
પોલીસ કાર્યવાહી
આ બંને શખ્સો વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Back to top button
error: Content is protected !!