AnkleshwarBharuchक्राइमगुजरातटॉप न्यूज़देशराजनीतिलोकल न्यूज़

ભરૂચના જુના તવરા ગામે 15 દિવસથી પોસ્ટ વિભાગની કામગીરી ખોરંભે ચડતા ગ્રામજનોને હાલાકી

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલના ઢગલા જોવા મળ્યા હતા.જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા 15 દિવસથી ન મળતા સ્થાનિક લોકોએ પોસ્ટ ઓફિસ પર દોટ મૂકી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોનો ખડકલો જોવા મળ્યો હતો.ત્યારે પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશી પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી.આ બાબતની જાણ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે.
જોકે હેડ ઓફિસથી પણ આ બાબત અંગે કોઈ ધ્યાન આપવામાં ન આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવો કર્યો હતો.ત્યારે આખરે ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ અર્જુનસિંહ ચાવડાએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી, અને તેઓએ ટૂંક સમયમાં ગ્રામજનોની સમસ્યાનો અંત આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!