
વરસાદને કારણે રોડ પર પડેલા ખાડા ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે. વાહનચાલકોને વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.

ભરૂચ કલેકટર કચેરી નજીક સહિતના માર્ગોની દયનિય હાલત જોવા મળી રહી છે ત્યારે બિસ્માર માર્ગોના કારણે ચક્કજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ શહેરમાં આવેલા કલેક્ટર કચેરીના આઇકોનિક માર્ગ પર હાલ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે. શહેરમાં વરસાદી સીઝન શરૂ થતાં જ મુખ્ય માર્ગો તૂટી પડ્યા છે અને ઠેરઠેર ખાડાઓ સર્જાયા છે.

પાલિકા દ્વારા હવે ખાડા પૂરો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ હકીકતમાં શહેરની હાલત વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે.વરસાદને કારણે રોડ પર પડેલા ખાડા ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે. વાહનચાલકોને વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.
માર્ગોના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.વારંવારની સર્જાતી ભારે ચક્કજામની પરિસ્થિતિના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે તંત્ર કોઈ એક્સન પ્લાન બનાવે એ અત્યંત જરૂરી છે.




