અંકલેશ્વર ડિવિઝનના A અને B ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હાસોટ પોલીસ સ્ટેશન હદમાંથી ઝડપાયેલો વિદેશી દારૂ ના જથ્થા નો અંકલેશ્વર ખાતે આવેલ યોગી સ્ટેટ ખાતે કરવામાં આવ્યો હતો કુલ 38 પ્રોહિબિશન કેસોમાંથી જપ્ત કરાયેલા વિદેશી દારૂનો રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો.
યોગી એસ્ટેટ ખાતે યોજાયેલી આ કાર્યવાહી મા અંકલેશ્વર નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા, મામલતદાર કરનસિંહ રાજપૂત, ડીવાયએસપી ડૉ કુશલ ઓઝા, તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈઓ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મુદ્દા માલની નાશ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી. હતી સરકારી નિયમો મુજબ ચાલેલી આ કાર્યવાહી દરમ્યાન અંદાજે ₹2 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ તેમજ ₹75,000 જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નષ્ટ કરાયો હતો.
સત્તાવાળાઓએ જણાવ્યું કે રાજ્યમાં દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા સતત સઘન કાર્યવાહી ચાલુ છે. આવનારા સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે અને શરુઆતથી અંત સુધી જથ્થાબંધ દારૂનો નાશ અને આરોપીઓ સામે કાર્યવાહી દ્વારા કડક સંદેશો આપવામાં આવશે.