E-Paperhttps://sansanigujaratlivenews.in/wp-content/uploads/2024/01/jjujuu.gifUncategorizedक्राइमगुजरातटॉप न्यूज़देशराजनीतिराज्यलोकल न्यूज़

ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની પોલીસે કરી અટકાયત

ભરૂચ જિલ્લામાં 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.અને આ મુદ્દે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.અને આ મુદ્દે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી પિયુષભાઇ નુકાણી, મુરલીધર એન્ટરપ્રાઈઝ જોધાભાઇ સભાડ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી.

ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી ‘મનરેગા કૌભાંડ’ હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. હીરા જોટવાની અટકાયત બાદ રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે.અને મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!